પચાસમાના પર્વની ઉજવણી સંદેશ:

શા માટે પવિત્ર આત્મા?

(પ્રે.કૃ. 1:4 પ્રભુ ઈસુની તાકીદ પવિત્ર આત્મા વગર નહીં) આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ. ઈશ્વરપિતા, પુત્ર અને પવિત્ર આત્મા (માથ્થી 28:19) ત્રિએક ઈશ્વર માની ત્રીજી વ્યક્તિ છે.

આપણને પવિત્ર આત્માની જરૂર શા માટે?

નવા જન્મ માટે : યોહાન 3:5-6 (પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર બે વાર જન્મે છે (1) દૈહિક (2) આત્મિક અને એકવાર મરે છે જ્યારે ખ્રિસ્ત ઈસુમાં નથી તેવા એકવાર જન્મે છે અને બે વાર મરે છે (1) દૈહિક (2) આત્મિક

ઈશ્વરના દીકરા-દીકરી તરીકેનો અધિકાર યોહાન 1:12, રૂમી 8:14 અને 16.

ઈશ્વરને પિતા તરીકે હાંક મારવાનો અધિકાર : રૂમી 8:14-15

પવિત્ર સ્વભાવ : 2 પિતર 1:4 અને 2 કરિંથી 5:17

પવિત્ર જીવન : ગલાતી 5:22-23, રૂમી 8:29 ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા આપણામાં જોઈ શકાય.

યથા યોગ્ય પ્રાર્થના : રૂમી 8:26-27

પવિત્ર આત્માની સંગત : યોહાન 14:16-18 (એકલા નથી)

સામર્થ્ય : પ્રે.કૃ. 1:8 તથા 3:6-8 પરાક્રમી કામો, નબળા, અભણ માણસો પરાક્રમી કામો કરે છે.

પુનરૂત્થાનની આશા અને ખાત્રી : રૂમી 8:10-11