૧. સોમ થી શુક્ર સવારે ૧૧ થી ૩ તથા ૬ થી ૧૦ હોલ ભાડે આપવામાં આવશે.
૨. શનિવારે સવારે ૧૧ થી ૩ અને સાંજે આપી શકાશે નહી.
૩. રવિવારે બપોરે ૧૨ થી અને સાંજે ૬ થી ૧૦ જો મંડળીનો કોઈ કાર્યક્રમ ન હોય તો જ આપી શકાશે.
૪. પ્રસંગની તૈયારી માટે એક કલાક પહેલા હોલ આપવામાં આવશે.
૫. ચર્ચ હોલનું ભાડુ રોકડમાં એડવાન્સમાં લેવામાં આવશે. થાળી વાટકા સાફ સફાઈ સાથે પરત કરવાની જવાબદારી
વપરાશ કારની રહેશે. ખોવાયેલ કે તૂટેલા વાસણો ની કિંમત ચૂકવવાની રહેશે.
૬. હોલના ભાડા ઉપરાંત રૂા. ૧૦૦૦/- રોકડમાં એડવાન્સ પેટે લેવામાં આવશે. હોલના ઉપયોગ બાદ પરત મળવાપાત્ર
રકમ દિન-૭માં પરત કરવામાં આવશે. ચર્ચ હોલ કેન્સલ (રદ) કરવામાં આવશે તો હોલના ભાડાના ૨૫% રકમ
કપાત કરવામાં આવશે.
૭. હોલમાં બિનજરૂરી લાઈટ. તેમજ પંખા ચાલુ રાખવા નહિ તેનું ખાસ ધ્યાન આપવું.
८. ચર્ચ હોલમાં તેમ જ ચર્ચ ના પરિસરમાં ધૂમ્રપાન તેમજ મદ્યપાનની સખ્ત મનાઈ છે. તેમજ કેફી પીણાં પીને પ્રવેશ
માટે પણ મનાઈ છે, તેમજ તેનું ધ્યાન હોલ ભાડે રાખનારે રાખવાનું રહેશે.
૯. હોલના ઉપયોગ દરમ્યાન બિનજરૂરી ઘોંઘાટ નહિ કરતાં શાંતિ રાખવા માટે ધ્યાન આપવું.
૧૦. યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે પાસ્ટોરેટ કમિટી સભ્ય કે ફરજ પરના પગી સૂચન કરે ત્યારે તેનો અમલ કરવો અને
બિનજરૂરી તકરાર કરવી નહિ.
૧૧. ચર્ચ હોલ મહત્તમ ૪ કલાક માટે વાપરી શકાશે, તેમજ પ્રતિકલાક રૂ ૫૦૦ ના દરે દંડે પેટે ગણવામાં આવશે.
૧૨. પગી વોર્નીંગ બેલ વગાડે ત્યાર બાદ ૧૫ મિનિટમાં હોલ ખાલી થઈ જાય તે જરૂરી છે.
૧૪. રવિવારની ભક્તિસભા દરમ્યાન વ્યવસ્થા કે ભોજનને લગતી કોઈપણ કાર્યની મંજૂરી આપવામાં આવશે નહિ.
૧૫. માત્ર ધાર્મિક ગીતો વગાડી શકાશે અને તેની પણ પરવાનગી પ્રમુખ/કમિટીથી મેળવ્યા બાદ ઉપયોગી કરી શકાશે.
૧૬. ચર્ચમાં કોઈપણ પ્રકારનું ખીલી કે સેલોટેપ વાળું ડેકોરેશન કરી શકાશે નહીં.
૧૭. કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખવો. જેથી ચર્ચની સ્વચ્છતા જેળવાય.